Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુ.એસ. માં રહેતા રાજપીપલાના વતનીએ નાની બાળકીઓને ગૌરીવ્રતની અનોખી રીતે ઉજવણી કરાવી.

Share

રાજપીપલાના વતની અમેરિકામાં રહેતા અસિત બક્ષીએ રાજપીપલામાં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકામેવાનું વિતરણ કર્યું હતું.

આજે કોરોનાની બીજી લહેરમાં લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે અને આ ગૌરીવ્રતમાં ખાસ નાની બાળાઓ વ્રત કરતી હોઈ અને 5 દિવસનો ઉપવાસ કરતા હોય છે.જેમાં બાલિકાઓને આ 5 દિવસમાં અલુણા કરવાના હોઈ અને આ ઉપવાસમાં સૂકોમેવો જેવા કે કાજુ, અખરોટ, બદામ જેવા સૂકામેવા આ મોંઘવારીમાં મા બાપ પોતાની દીકરીઓને આપી ન શકે ત્યારે યુ.એસ માં રહેતા અને હાલ વતન રાજપીપળામાં આવી નાની દીકરીઓને એક રમતના રૂપમાં જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રમતમાં નાની બાળકીઓ માટે સૂકા મેવાનો એક ઢગલો કર્યો હતો. જે ઢગલો બાળકીઓએ કેટ વોક કરતા કરતા જઈને લૂંટયો હતો. બાળકીઓને રમત પણ રમાડી હતી. જે બાળકીઓનો વિજેતા જાહેર થઈ હતી, તે બાળકીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજકોટ મનપા દ્વારા ૨૦ ચા પાનની દૂકાનમાં ચેકીંગ : ૧૮ વર્ષથી નીચેના સગીરાઓને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત સદસ્ય સલીમ વકીલનાં હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!