Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા શહેરનાં સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ.

Share

રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ તંત્રની મહેરબાનીથી રોગચાળો ફેલાઈ તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. જેમાં શહેરનાં મુખ્ય એવા સ્ટેશન રોડ માર્ગ ઉપર કાયમ ઉભરાતી ગટરોથી વેપારીઓ કંટાળી ચુક્યા છે.રોજ સવારે દુકાનો ખોલતાની સાથે જ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનોમાં ખરીદી કરવા જતાં અટકે છે. રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમયની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની સમસ્યા જોવા મળતી હોય પાલીકામાં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે. જોકે આમાં કેટલાક વિસ્તારોમાં લોકો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણાનો કચરો ગટરોમાં ઠાલવતા હોવાથી ગટર ચોકપ થતી જોવા મળે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકાનાં સફાઈ કામદારો પણ કચરોવાળી લારીમાં ભરવાના બદલે ગટરોમાં ધકેલી દેતા આવી નોબત આવે છે. ત્યારે પાલીકાતંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

લક્ષ્મી પૂજા અને ધાર્મિક વિધિના નામે લાખોની ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ: બે આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!