Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી પી.એસ.આઈ વિરૂદ્ધ લીંબડી દલિત સમાજનાં આગેવાનોએ આવેદનપત્ર આપ્યું.

Share

લીંબડીમાં બે દિવસ પહેલા ત્રણ દલિત યુવાનને દારૂ પીવા બાબતે ધરપકડ કરી હતી ત્યારે લીબડી પી.એસ.આઈ આ ત્રણે દલિતોને ઢોર માર મારતા લીબડી દલિત સમાજમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે ત્યારે લીંબડી પી.એસ.આઈ સંજય વરુ દ્વારા દલિત સમાજ ત્રણ યુવાનોને ઢોરમાર મારવામા આવ્યો છે તેના વિરોધમાં આજે લીંબડી ડે.કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પી.એસ.આઈને સ્પેન્ડ કરવા સમગ્ર દલિત સમાજે ચીમકી ઉચારી હતી. આ આવેદનપત્રમાં ઉપસ્થિતિ દલિત સમાજ આગેવાનો ખુશાલભાઈ જાદવ, પુંજાભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, પીડલભાઈ, મનજીભાઈ જાદવ, જયભાઈ ચાવડા, સંજય જાદવ અને મોટી સંખ્યામાં દલિત સમાજ યુવાનોનો અને આગેવાનો આ આવેદન પત્ર આપવા જોડાયા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં મનપાનો ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ’ પ્રોજેક્ટ ધૂળમાં! જાળવણીના અભાવે ઘણી સાઇકલ ભંગાર બની

ProudOfGujarat

ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલમાં “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપારડી નગરમાં નાનામોટા દરેક ધંધાર્થીને આરોગ્ય વિભાગ દ્વારા સ્કીનીંગ કાર્ડ અપાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!