Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ દૂધની ડેરી પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત ચાર ઘાયલ.

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે એક જ જ્ઞાતીના લોકો વચ્ચે તિક્ષણ હથિયાર વડે મારામારી થતા 4 વ્યકિતઓને ઈજા અને આધેડ યુવકનું મોત નિપજતા પરિવારમા શોકનો માહોલ અને હત્યાના પગલે હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો દોડી જઈ હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી.

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ દુધની ડેરી પાછળ મફતીયા પરામાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના લોકો વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારીમા કમલેશભાઈ ગાંડાભાઈ પનારા ઉંમર 46 વર્ષ જેઓનુ મોત નીપજયુ હતુ અને કાળુભાઈ, સંજયભાઈ, જોન, અને ભકાભાઈ સહિતના ચાર વ્યકિતઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે શહેરની સીયુશાહ મેડીકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મફતીયા પરામાં મારામારીની ઘટનામાં આધેડ યુવકની હત્યાની ઘટના સામે આવતા તાત્કાલિક પણે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી જઈ હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આધેડ યુવકનું મોત નિપજતાં પરિવારમા શોકનો માહોલ છવાયો છે. મૃતક આધેડની ડેડબોડીને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે તજવીજ હાથ ધરાઈ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મૃતકોને સહાય ચૂકવવા બાબતે કરજણના નાયબ મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર- ભાજપ જિલ્લા યુવા પ્રમુખ ના હસ્તે શેરવાની ના શોરૂમ ઓપનિંગ કરવામાં આવ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!