Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પત્ની અને પુત્રી એ યુવતીને મળવા પહોંચેલ પતિને ઝડપી પાડી યુવતીને માર માર્યો.

Share

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર યુવાન મહિલા મિત્રને મળવા દેડિયાપાડાના આધેડ પહોંચ્યા હતા. દરમિયાન બંનેના સંબંધો અંગે શંકા હોવાથી આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ યુવતીના ઘેર પહોંચી યુવતીને વાળ પકડીને માર માર્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇમાં અભ્યાસ કરતી અને શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે દશેક વાગ્યાના સુમારે દેડિયાપાડામાં રહેતા તેના મિત્ર પહોંચ્યા હતા. જ્યાં મળવા આવેલા મિત્રની તબિયત બરાબર ન લાગતાં તેમને લઇને હોસ્પિટલ જવા યુવતી તૈયાર થઇ હતી. દરમિયાન ફ્લેટના ગેટ નીચે આધેડની પત્ની, પુત્રી અને બનેવી આવી પહોંચ્યાં હતાં. આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને પુત્રીએ વાળ પકડીને યુવતીને માર માર્યો હતો. જ્યારે પત્નીના બનેવી અને તેમની સાથે આવેલા શખ્સે પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. જ્યારે આધેડની પુત્રીએ યુવતીનું પર્સ ઝૂંટવી તેમાંથી રોકડા રૂા.50 હજાર, મોબાઈલ અને વિવિધ કાર્ડ લઇ લીધાં હતાં. યુવતીને પહેલાં સયાજી હોસ્પિટલ, ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. આમ, યુવતીની બે અન્ય મહિલા સહિતના શખ્સોએ ધોલાઇ કરતાં આ બનાવ બારે ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવ બન્યાં બાદ યુવતીએ બાપોદ પોલીસ મથકે માર મારનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસ દ્વારા દારૂ ભરેલ પિકઅપ પકડવામાં આવ્યું ,વલસાડ સિટી પોલીસની સુંદર કામગીરી

ProudOfGujarat

વડોદરા-કરજણ ના સીમરી રણાપુર રોડ ઉપર ખાનગી બસ પલટી ખાઈ જતા એક નું મોત 10થી વધુ મુસાફરોને ઇજા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!