Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કરજણ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષો રોપી માર્ગનાં ખાડાઓનો અનોખો વિરોધ.

Share

કરજણ ખાતે માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, કોંગ્રેસના કાર્યકરોએ ખાડામાં વૃક્ષો રોપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની સુચના મુજબ શુક્રવારના રોજ કરજણ નગર ખાતે કરજણ તાલુકા તેમજ નગર કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા ઉપર પડેલા ખાડા-ભુવાઓનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રસનાં કાર્યકરોએ એસ.ટી બસ ડેપો પાસે એકત્ર થઇ “હાય રે ભાજપ હાય હાય” “ખાડા વાલી યે સરકાર નહીં ચલેગી નહીં ચલેગી” જેવા ગગનભેદી નારાઓ લગાવી વાતાવરણ ગજવી મુક્યું હતું. ત્યારબાદ માર્ગ પડેલા ખાડામાં વૃક્ષો રોપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કાર્યક્રમમાં નીલાબેન ઉપાધ્યાય, ભરતભાઈ અમીન, મુબારક પટેલ, અભિષેક ઉપાધ્યાય, કિરીટ સિંહ જાડેજા, ભાસ્કર ભટ્ટ, અશોક સિંહ રાણા તેમજ કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

નેત્રંગ પોલીસ દ્વારા પંથકમાં રીક્ષા દ્વારા જાહેર જનતાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા : ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે એવું બોર્ડ મારતું તંત્ર.

ProudOfGujarat

“અત્યંત સન્માનિત”: ‘કઠ્થલ’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર સાન્યા મલ્હોત્રાએ પ્રતિક્રિયા આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!