Proud of Gujarat
Uncategorized

ભરૂચ ભુસ્તર વિભાગે ગલેન્ડા ગામે ચાલતું માટી ચોરીનુ કૌભાંડ ઝડપી પાડયું

Share

ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ૧.૧૫ કરોડના વાહનો જપ્ત કર્યા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લા ભુસ્તર વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ચાલતી માટી ચોરીના સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ગઈકાલે ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી નિકુલ દેસાઈ અને તેમની ટીમને ફરિયાદ મળી હતી કે, વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે  ગેરકાયદે રીતે સાદી માટી ખનીજનું ગેરકાયદે રીતે ખનન કરવા સાથે ચોરીની માટીનું વહન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ટીમે તુરંત સ્થળ પર દોડી જઈ દરોડો પાડતાં સ્થળ પર ૩ ડમ્પરો તેમજ એક એસકેવટર મશીન મળી કુલ ૧.૧૫ કરોડના વાહનો મળી આવ્યાં હતાં. ટીમે તમામ વાહનો મશીનરીની કસ્ટડી દહેજ પોલીસને સોંપી હતી.
તેમજ જ્યાં માટી ચોરીનો કારસો ચાળી રહ્યો હતો. ત્યાં જીપીએસ પોઈન્ટના આધારે માપણી કરવાની કવાયત હાથ ધરાઈ હતી. માપણી પ્રક્રિયા પૂર્ણ થતાં રિપોર્ટમાં ત્યાંથી કેટલાં પ્રમાણમાં માટી ચોરી થઈ છે તેની વિગતો સામે આવશે. હાલમાં ઘટના સ્થળે કરેલાં પંચકયાસમાં તે સ્થળ પર રાજૂ પટેલ નામના એક શખ્સ દ્વારા ગેરકાયદે રીતે માટી ચોરી કરવામાં આવી રહ્યું છે. માપણી પ્રક્રિયાના રિપોર્ટના આધારે તેમને દંડ ફટકારવામાં આવશે. ભુસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવશે. જિલ્લામાં કોઈ પણ પ્રકારે ગેરકાયદે ખનીજ, રેતી કે માટી ચોરીને શાખી નહી લેવાય.
નવેમ્બર મહિનામાં ૯૯.૯૪ લાખની આવક થઈ

ભરૂચ જિલ્લામાં ગત નવેમ્બર મહિનામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદે ચાલતી પ્રવૃત્તીઓ પર લગામ લાવવાની કોશિષ કરી હતી, જેના ભાગરૂપે ટીમે ગેરકાયદે ખનનના ૨ કેસ, ગેરકાયદે ખનીજ સંગ્રહના ૩ કેસ તેમજ રેતી-ખનીજ કે માટીના ગેરકાયદે પાસપરમીટ વિના વહનના ૫૪ કેસ કર્યાં હતાં. જેના દંડ સ્વરૂપે સરકારી તિજોરને કુલ ૯૯.૯૪ લાખ પિયાની આવક થઈ હતી.
લીઝ ધારકો હવે નારેશ્વર તરફ વળી રહ્યાં છે

ભરૂચ જિલ્લામાં રેતી તેમજ ખનીજ સહિત માટીની આવેલી લીઝો સિવાય અન્ય સ્થળે ગેરકાયદે ખનન કરવાના કિસ્સાઓ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડયા છે. બીજી તરફ કેટલાંક લીઝ ધારકો પણ તેમની હદ કરતાં બહાર જઈને ખનીજ અને તેમાંય ખાસ કરીને રેતીનું ખનન કરે છે. ત્યારે તેના વહન દરમિયાન અવાર નવાર તેમના વાહનો પકડાઈ જતા હોવાને કારણે તેમને મોટો દંડ ફટકારવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર કરાતી કામગીરીને કારણે હવે કેટલાંય લીઝ ધારકો હવે નારેશ્વર તરફ ચાલતી લીઝમાં ભાગીદાર બનીને ત્યાંથી વેપાર શરૂ કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર પીરામણ ખાતે અહમદ પટેલ ના હસ્તે ધ્વજવદન…

ProudOfGujarat

ભાજપના દબાણમાં પોલીસ આપના કાર્યકરોને હેરાન કરે છે : જિલ્લા પ્રમુખ 

ProudOfGujarat

જીએસટીમાં ઘટાડો ઓર્ગેનાઇઝ્ડ ડ્રાય ફ્રૂટ્સ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!