એસ્સાર કંપની સામે કાયદેસર પગલા ભરવા માંગ…….

અંક્લેશ્વર તાલુકાના માંડવા બુઝર્ગ ગામમાં આવેલ ખાનગી માલિકીની જમીનમાં એસ્સાર કંપની દ્વારા ગેરકાયદેસર વ્રુક્ષો છેદન કરવા અંગે તેમજ પાક ને નુકસાન કરવા બાબતે અંક્લેશ્વરના રામવાટિકા સોસાયટી ખાતે રહેતા પ્રકાશચંદ્ર મોદીએ  આવેદન પત્ર પાઠવેલ છે. ભરૂચ જીલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જીલ્લા પોલીસ વડા ને સંબોધીને આપેલ આવેદન પત્રમાં જણાવેલ છે કે એસ્સાર ટ્રાન્સમિશન કંપનીને હાઇટેંશન લાઇન નાખવાની મંજુરી વિધ્યુત મંત્રાલય તરફથી એક,બે અને ત્રણ રુટ આપવામાં આવેલ છે જે મુજબ લાયસંસ ની શરતો મુજબ ઝનોર થી ટોઠીદરા ભાલોદ,ઝગડિયા,બોરિદ્રા,કોસમ્બા,કિમ,વડોલી,ઓલપાડ થઇ ને હજીરા હાઇટેંશન લાઇન નાખવાની હતી તેમજ મળેલ મંજુરી મુજબ કામ કરવાનુ હતુ પરંતુ ગેરકાયદેસર રીતે માંડવા બુઝર્ગ ગામ ના રે.સર્વે નં.૨૩૦ વાળી પ્રકાશચંદ્ર મોદીની માલીકીની જમીનમાં એસ્સાર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે બિનઅધિક્રુત રીતે પ્રવેશ કરી ઝાડ કાપી, પાક કાપી,ખોદી નાખેલ છે આમ નુકશાન કરવા બાબતે કપની સામે કાયદેસર ના પગલા ભરવા માંગ કરવા આવેદન પત્ર પાઠવેલ છે…….

LEAVE A REPLY