અંકલેશ્વર ના ભરકોદ્રા ગામ નજીક આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિગમાં ગત રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ૬ જેટલા મોટરસાયકલ સળગી ઉઠ્યા હતા..અચાનક પાર્કિંગમાં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…

હાલ આ આગ કંઈ રીતના લાગી છે કે લગાવાઇ છે.તે દિશામાં અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસે વધુ તપાસ હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ આ રેસિડેન્સીમાં આગ ની ઘટના બની ચુકી છે.ત્યારે ફરી એક વાર આગ લાગવાની ઘટનાથી આગ લાગી કે લગાડાઇ અંગે ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી…

LEAVE A REPLY