અંકલેશ્વરના અમરાવતી પુલ પર રોંગ સાઈડ આવી રહેલા થ્રિ વ્હીલ ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ચક્કાજામ થયો હતો.

અંકલેશ્વર ના નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અમરાવતી પુલ પરથી નાઇટ્રેટ એસિડ ભરી રોંગ સાઈડ તરફ થ્રી વ્હીલ ટેમ્પો દોડી રહ્યો હતો. જે સામેથી અંકલેશ્વર તરફ આવી રહેલી એસટી બસ સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો.એસટી બસનાં ચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક મારતા ટેમ્પો રોડની સાઈડની રેલિંગ પર અટકી ગયો હતો. પરંતુ ટેમ્પામાં ભરેલ નાઇટ્રેટ એસિડ ખાડીમાં ઢોળાયુ હતુ.

અકસ્માતનાં પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાતા તેની અસર રાજપીપળા ચોકડી તેમજ વાલિયા ચોકડી પર પડતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેને મહામહેનતે પોલીસે પૂર્વવત કરયો હતો.