Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

Share

કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદમાં આવેલી હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિધ્ધ આસ્તાના પર જઇ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

Advertisement

સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાશમશા સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું…

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય : 38 દોષિતોને ફાંસી, 11 ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા.

ProudOfGujarat

અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રિ ડેવલોપમેન્ટ થશે, 50 હજાર ભક્તો દર્શન કરી શકે એવું મંદિર બનશે

ProudOfGujarat

ભરૂચના શખ્સને 1.25 લાખનો ચૂનો ચોપડનાર દિલ્હીના 3 ઠગ પોલીસ ના હાથે ઝડપાયા ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!