તા. ૦૯-૦૧-૨૦૧૮ ના રોજ બપોરના ત્રણ વાગ્યા ના અરસામા ભરૂચ પોલીસ તંત્રના સી ડીવીઝન પોલીસ વિસ્તારમા આવતા નરનારયણ બંગ્લોઝ માથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે દારૂ હેક્ષા ગાડી નં જીજે.૧૬.સીએચ.૩૯૫૨ મા દમણ ખાતે થી ભરી લાવી વિદેશી દારૂ વેંચવા માટે અલગ-અલગ કંપની ની સીલ બંધ બોટલો નંગ ૭૨ કિંમત રૂ.-૧૪,૯૪૦ તેમજ હેક્ષા કાર કિંમત રૂ.-૧૨ લાખ તથા મોબાઈલ નંગ ૨ મળી કિંમત રૂપિયા કુલ ૧૨,૨૬,૯૪૦ ની મતા પોલીસે જપ્ત કરેલ છે. તેમજ આરોપીઓ ભુશન મોહન ભાઈ કનેરીયા રહે. મકાન નં ૫૩ સ્ટ્રીટ નં.૩ નરનારયણ બંગ્લોઝ ભોલાવ ભરૂચ અને કૈનેયાલાલ ઉર્ફે કનુ ભાઈ ચીમનલાલ સોની રહે. મકાન નં. ૯૪ સમૃધ્ધિ બંગ્લોઝ. દારૂ નો જથ્થો મકાન નં.૫૩ સ્ટ્રીટ નં.૩ નરનારયણ બંગલોઝ ખાતે થી ઝડપાયો હતો. આ અંગે ની તપાસ પી.એસ.આઈ પાટીલ કરી રહ્યા છે.

LEAVE A REPLY