Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચના ફૈઝનગરમાં ભર બપોરે ચોરી: રૂ!. ૧ લાખ ૩૨ હજારના સોનાના ઘરેણાની ચોરી થી ચકચાર

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ફૈઝ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી ભરબપોરે તસ્કરો એક લાખ બત્રીસ હજારના સોનાના ઘરેણાની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ પોલીસ માટે પડકારરૂપ બની રહેલ તસ્કરો પૂર્વ પશ્ચિમ સહીત સમગ્ર ભરૂચ શહેરમાં એક પછે એક ચોરી કરી રહ્યા હોય ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ફૈઝ પાર્ક નાં એ/૨૩ માં રહેતા ઇદ્રીશ્ભાઈ પરિવાર સાથે બહાર ગયા હતા. આ દરમ્યાન બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્કરો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં રહેલા સોનાના બે અછોડા, બે સેટ સહીત અન્ય ઘરેણા મળી કુલ રૂ!. ૧,૩૦,૦૦૦/- નાં મુદ્દામાલની ચોરી ભરબપોરે કરી ફરાર થઇ ગયા હતા. ઇદ્રેશ્ભાઈ મન્સૂરી અને પરિવારજનો ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા આ અંગે ભરૂચ ‘બી’ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

 


Share

Related posts

ભરૂચની સરકારી કચેરીમાં જ સોશ્યલ ડિસ્ટન્સનાં લીરેલીરા….

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર…

ProudOfGujarat

ખેડા : કૃષિ મેળામાં કેન્દ્રીય સંચારમંત્રી દ્વારા મીલેટસની ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા

ProudOfGujarat
error: Content is protected !!