Proud of Gujarat
GujaratFeaturedINDIA

દારૂના કેસોમાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે અટકાયત કરી રાજકોટ તથા વડોદરા જેલ હવાલે કરતી ભાવનગર એસ.ઓ.જી. તથા પાલીતાણા રૂરલ પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)

આગામી દિવસમાં શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય જેમાં કોઇ અછન્ય બનાવ ન બને અને શાંતી પુર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે સારૂ તેમજ જીલ્લામાંથી દારૂ/જુગારની પ્રવૃતી નાબુદ કરવા સારૂ દારૂના કેસોમાં પકડાયેલ આરોપીઓ ઉપર અંકુશ લાવવા તેઓ ઉપર પાસા કેસ કરી જેલ હવાલે કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાએ કેસ માસ પુર્વે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બડેલી ગામની સીમમાંથી મસ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડેલ હતો અને સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી જે આરોપીઓ જામીન મુકત થતા પાલીતાણા રૂરલ પોલીસે આરોપીઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી (કલેકટર) ભાવનગરને મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી (કલેકટર) ભાવનગરનાઓએ (૧) ભાવેશભાઇ ઉર્ફે બાબુભાઇ S/O જેઠાભાઇ ચાવડા રહેવાસી શિહોર, મોટા ચોક, રાજગોર શેરી, જી. ભાવનગર (૨) બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલ રહેવાસી ગામ બડેલી તા. પાલીતાણા જી. ભાવનગર વાળાઓની પાસા દરખાસ્ત મંજુર કરતા મજકુર બંન્નેની એસ.ઓ.જી. પોલીસે અટકાયત કરતા પાલીતાણા રૂરલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી (૧) ભાવેશને જીલ્લા જેલ રાજકોટ તથા (૨) બીપીનસિંહને જીલ્લા જેલ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

Advertisement

આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર સાહેબ તથા એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ બાવકુદાન ગઢવી તથા પાલીતાણા રૂરલ પોલીસના જયપાલસિંહ તથા પરાક્રમસિંહ જોડાયા હતા.


Share

Related posts

નેત્રંગ : મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સંયુક્ત ઉપક્રમે કપાસ પાક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

કારનો કાચ સાફ કરતો બાળક FASTag સાથે ચેડાં કરતો વિડિઓ પાછળની હકીકત જાણો.

ProudOfGujarat

લ્યો બોલો, અત્યાધુનિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રીના વીજળી ડૂલ થતા દર્દીઓને પડી હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!