ગોધરા
પંચમહાલ જીલ્લામા  આજથી દશામાના વ્રતની શરુઆત થઈ રહી છે. જીલ્લાના બજારોમા  દશામાની મુર્તિ સહીત જરુરી  ખરીદી કરવામા આવી રહી છે. દશ દિવસ ચાલનારા આ વ્રતનો  અનોખો મહીમા છે.જેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશે દિવસ મા દશામાના આરતી તેમજ પુજાપાઠ સાથે ઉપવાસ પણ કરે છે . આજના  દિવસથી શરુ થતા આદશામાનમા  વ્રતને લઈને અનેરો ઉત્સાહ  મહીલા વર્ગમાં  જોવા મળી રહ્યો છે. જેંમાં  તાલુકા મથકો  અને ગ્રામ્ય વિસ્તારોમાં  રહેતો મહીલા વર્ગ દશામાના વ્રતની ઉજવણી  કરે છે. હાલ જીલ્લામાઆવેલા બજારોમા દશામાની મુર્તિઓ  વેચનારાઓ પોતાની હા઼ટડીઓ માંડી દીધીછે તેમા  નાના મોટી આકારમા દશામાની મુર્તિઓ  મળી રહી છે. ૨૦૦ રુપિયાથી માંડ઼ીને ૫૦૦૦ રુપિયાની દશામાની મુર્તિઓ બજારમા  મળી રહી છે.દશામાનુ વ્રત  કરવાથી જીવનમા આવતી તકલીફો દુર થાય છે તેવી શ્રધ્ધાને લઈ મોટી સંખ્યામા મહીલા વર્ગ આ વ્રતનો કરતી હોય છે.   હાલ તો મોબાઈલની દુકાનો પર દશામાના  વિડીયો અને ઓડીઓ સોંગ ,તેમજ ફિલ્મો મોબાઇલ ફોનમા ડાઉનલોડ કરનારાઓ તડાકો જોવા મળતા મોબાઇલ શોપ ધારકો ને પણ સારી એવી ઘરાકી જોવા મળી રહી છે.

LEAVE A REPLY