ગોધરા :-
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશ ચતુર્થી ના પારંભ સાથે ભક્તજનો સ્થાપના કરવા માટે નાની મોટી ગણેશજી ની મૂર્તિ ઓ વાજતે ગાજતે લઈ જતા નજરે પડ્યા હતા ગોધરા શહેર માં વિવિધ જગ્યા એ પોડ સોસાયટી ગલી મોહાલ્‍લા ખાતે પણ પડાલો માં ગણેશજી ની મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી હતી
ભાદરવા સુદ ચોથ ના દિવસે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવમા આવે છે ગુજરાત માં પણ આજ થી પાંચ તેમજ દસ દિવસ માટે ગણપતિ બાપા ની નાની મોટી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે તેમજ પૂજા અર્ચના સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો
ગોધરા શહેર માં પાવર હાઉસ જી બી ઇ વિસ્તાર ભૂરવાવ કલાલ દરવાજા બામરોલી રોડ જાફરાબાદ પટેલવાડા સહિત ના વિવિધ વિસ્તારોમાં ગણેશજી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ દાદા ના આથિત્ય માણી અને ભક્તો પૂજન અર્ચન માં લીન થસે ખાસ તો ગણેશજી ની મોટી પ્રતિમા ઓ બાળકો મા ખાસ આકર્ષણ કેન્દ્ર બન્યુ હતું

હાલોલ યુવાને ફટકડીના ગણેશજી ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

સમગ્ર દેશ સહિત ગુજરાત માં પણ ગણેશ ચતુર્થી ની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે લોકો અવનવી બાપાની મૂર્તિ ઓ લાવી ને સ્થાપના કરી રહ્યા છે ત્યારે પીઓપી મૂર્તિ ઓની સામે હવે લોકો મા ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનો ક્રેઝ વધ્યો છે હાલોલ ના એક યુવાને ઘર માં ફટકડીના ગણેશ ની સ્થાપના કરી ને એક અનેરો સંદેશ આપ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ નગર ના શાકમાર્કેટ વિસ્તાર મા રહેતા યુવા વેપારી જસ્મીન શાહ પોતાના ઘરે પીઓપી મૂર્તિ ના બદલે ફટકડીના ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરી છે આ ફટકડી ની મૂર્તિ અડધા ફુટ જેટલી નાની છે આ મૂર્તિ ની સ્થાપના પાછળ જસ્મિન ભાઇ એક સંદેશો આપવા માગે છે કે પીઓપી ની મૂર્તિ ઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે નદી ઓ તળાવો અને સરોવર માં જળચર જીવો ને હાનિ પહોંચે છે તે સાથે પાણી પણ અશુદ્ધ થાય છે તેથી ઈકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના કરવી જોઈએ

રાજુ સોલંકી ગોધરા

LEAVE A REPLY