(કાર્તિક બાવીશી )ગુજરાત એડી.ડીસ્‍ટ્રીકટ જજ તરીકે રહેલા મુળ રાજકોટ, દ્વારકાના એડવોકેટમાંથી ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં જજ બનેલા શ્રી પ્રફુલભાઇ ગોકાણીની વલસાડના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે આ હુકમમાં નવસારીના એલ. એસ.પીરઝાદાને નડીયાદના ડીસ્‍ટ્રીકટ તરીકે નિમણુકો કરી છે. તેમજ વિરમગામના એડી.ડિસ્‍ટ્રી.એન્‍ડ સેસન્‍સ જજશ્રી ભુપેન્‍દ્ર દવેની ડીસા ખાતે બદલી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વસલાડ ખાતે મુખ્‍ય ડીસ્‍ટ્રીકટ જજ તરીકે નિમણુંક પામેલ શ્રી પી.જી.ગોકાણીની અગાઉ ફાસ્‍ટટ્રેક જજ તરીકે નિમણુંક થયેલ બાદમાં પ૩ ફાસ્‍ટ ટ્રેક જજોને હાઇકોર્ટે દુર કર્યા હતા. પરંતુ માત્ર એક શ્રી ગોકાણીની ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં નિમણુંક કરાઇ હતી. રાજકોટના જાણીતા ધારાશાષાી અને લો-કમિશનનના સભ્‍ય અભયભાઇ ભારદ્વાજ ત્‍થા ગુજરાત બાર કાઉન્‍સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ સાથે પ્રફુલભાઇ ગોકાણીએ તેમના સાથીદાર તરીકે રર વર્ષ સુધી સાથે રહીને વકીલાત કરી હતી. ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં નિમાયેલ શ્રી ગોકાણીની વલસાડના સેસન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ જજ તરીકે નિમણુંક દ્વારા મુળ દ્વારકાના એવા શ્રી ગોકાણીએ દ્વારકા ઉપરાંત રાજકોટ અને લોહાણ સમાજનું ગૌરવ વધારેલ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા થયેલા આ હુકમમાં વકીલાતમાંથી ન્‍યાયતંત્રમાં પરીક્ષા પાસ કરીને જજ બનેલા તેવા નવા વકીલોની ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં એડી ડીસ્‍ટ્રીકટ જજ તરીકે નિમણુંક કરી છે. જેઓની એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ તરીકે નિમણુંક થયેલ છે. તેમાં રોબીન પોલમોગેરાને બનાસ કાંઠા પાલનપુર ખાતે સચીન સુભાષ ચંદરશેટીને સીટી સિવિલ કોર્ટ અમદાવાદ ખાતે સ્‍મિતાબેન ડી.મહેતાને જામનગર ખાતે, મીસીસ માધુરી ધ્રુવકુમાર પાંડેને મહેસાણા ખાતે , ચિરાગ એમ. પવારની કચ્‍છ-ભુજ ખાતે પી.એસ.દવેને ખેડા-નડિયાદ  ખાતે તેમજ તરૂણવેદ પ્રકાશ આહુજાને અમદાવાદ ખાતે તેમજ રાજેશકુમાર રામપ્રસાદ અમદાવાદ સીટી સિવિલ કોર્ટ ખાતે તથા અવનીશ ડી.કુમારને કચ્‍છ-ભુજ ખાતે એડી.ડીસ્‍ટ્રીકટ જજ તરીકેની નવી નિમણુંક હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે.

LEAVE A REPLY