Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ટાઉન પોલીસ ને શહેરમાં વકરેલા ટ્રાફિક ની સમસ્યા ને લઇને રસ ન હોય કોઇ કાર્યવાહી નહીં,રાજકીય ઇશારે માત્ર નગરપાલિકા સામે ના દબાણો ફરી ત્રીજીવાર તવાઇ..

Share

પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ

ટાઉન પોલીસ ના ઇન્ચાર્જ પીઆઇ દિગ્વિજય બારડ દ્વારા તટસ્થ કામગીરી ન થતા શહેરીજનો ઉગ્ર રોષ…
શહેરમાં માથાના દુખાવો બની ગયેલી ટ્રાફીક ની સમસ્યા દૂર કરવા ટાઉન પોલીસ ની નિષ્ક્રિય…
માત્ર નગરપાલિકા કચેરી સામે ના દબાણો હટાવવા ભાજપ દિગ્ગજ નેતાનો રાજકીય ઇશારો…, ઇન્ચાર્જ પીઆઇ ની તટસ્થતા સામે અનેક સવાલો.. !!!
વિરમગામ નગરપાલિકા ની દબાણ હટાવ ઝુંબેશ મોકૂફ રહી છે..
વિરમગામ શહેરમાં ગત તા 16 ઓગસ્ટ ના રોજ પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર એ કરેલી દબાણ હટાવ ઝુંબેશ પછી વિરમગામ શહેરમાં દબાણ નામનો શબ્દ દરેક ચોક અને બેઠકો પર ચર્ચા બની ગયો.હકીકત મા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શરૂ કરેલી દબાણ હટાવવાની ઝુંબેશ એ પોલીસ જશ લેવા શરૂ તો કરી લીઘી પણ હકીકત માં માત્ર ને માત્ર પોલીસે જ્યાં ટ્રાફિક વિસ્તાર છે ત્યાં કોઇ કાર્યવાહી ન કરી માત્ર વિરમગામ નગરપાલિકા કચેરી સામે આવેલા લારી ગલ્લા હટાવ્યા તે પણ દબાણકર્તા ને નોટીસ કે જાણ કર્યા વગર પછી એકાએક વિરોઘ ના વંટોળ બાદ વિરમગામ નગરપાલિકા સમયાંતરે વિરમગામ નગરપાલિકા થી એપીએમસી માર્કેટયાડ રોડ તેમજ માંડલ રોડ પર એમ કુલ 140 થી વઘુ ગેરકાયદે દબાણો દૂર કરવા નોટીસ ફટકારી અને જણાવાયુ કે આગામી 23 તારીખ સુઘી મા દબાણકર્તાએ પોતાના શેડ અથવા ઓટલા સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું.  ત્યાં સુધી નગરપાલિકા તંત્ર દ્વારા આજે 23 ઓગસ્ટ જે દબાણ હટાવવાની ઝુંબેશ તારીખ આપી હતી. વિરમગામ નગરપાલિકાની નોટીસ ને લઇને શહેર ના માંડલ રોડ ,જુની નગરપાલિકા સહિતના વિસ્તારોમાં પોતાની રીતે દુકાનો બહારના શેડ અને અન્ય દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી લીઘા છે.તેવામાં પ્રાપ્ત માહીતી અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર કોઇ કારણસર રજા પર હોવાથી આજરોજ નગરપાલિકા પ્રમુખ દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી છે.તેવામાં આજરોજ રજુઆત બાદ હજુ ચીફ ઓફિસર નો જગ્યાએ અન્ય અઘિકારી નીમણૂંક કરવામાં આવી ની માહીતી નથી.બાકી આ પ્રથમ વખત વિરમગામ શહેરમાં દબાણ હટાવાયુ નથી બાદ નગરપાલિકાના ભ્રષ્ટ અઘિકારી ની મીલીભગત સામે ફરી બીલાડી ની ટોપ માફક દબાણો ફૂટી નીકળે છે.દબાણ નો વાત આવે ત્યારે દબાણ ક્યાંથી હટાવુ તે યોગ્ય અગાઉ ની તૈયારી પણ હોતી નથી.હાલતો
બીજી બાજુ વિરમગામ શહેરમાં ગેરકાયદે દબાણો ગણો કે અન્ય બાકી મુખ્ય માર્ગ ભરવાડી દરવાજા-ગોલવાડી દરવાજા,બસસ્ટેન્ડ,ટાવર સહિત જે માર્ગો ટ્રાફિક થી ઘમઘણે ત્યાં કોઇ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી ન હોવાની વાત લોકો કચવી રહ્યા છે.ત્યારે આવતીકાલે જોવાનું રહ્યુ કે છાસવારે દબાણ અને ટ્રાફીક દૂર કરવાના એક્સન મા આવતી પોલીસ અને નગરપાલિકા તંત્ર આગામી દિવસોમાં શુ  કાર્યવાહી કરે છે. તે જોવું રહ્યું. પરંતુ વિરમગામ ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ દિગ્વિજય બારડ ના આદેશ થી માત્રને માત્ર નગરપાલિકા સામે ના દબાણો પર આજે ત્રીજીવાર તવાઇ બોલાવાઇ હતી.અને લારી ગલ્લા હટાવાતા આજે વેપારીઓ વિરમગામ ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ દિગ્વિજય બારડ મળ્યા હતા અને કહેલું કે તમારે અહીં દબાણ કરી ઘંઘો કરવો નહી એમ જણાવેલું એવુ ઉગ્રતા પૂર્વક કીઘેલુ જાણવા મળ્યું છે.ત્યારે વિરમગામ શહેરમાં વકરતા ટ્રાફિક ની સમસ્યા ને લઇને કોઇ કાર્યવાહી ન  કરી માત્રને માત્ર નગરપાલિકા સામે ના દબાણો દૂર કરી ફરી ત્રીજી વાર તવાઇ બોલાવડાવી પોતે એક તટસ્થ કામગીરી કરી હોય તેવુ દર્શાવી રહ્યા છે. રાજકીય અને પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર વિરમગામ ના ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ અગાઉ પણ  વિરમગામ ના ભાજપના એક દિગ્ગજ નેતા ના રાજકીય ઇશારે  કામગીરી કરી હતી..હોય શકે આ માત્ર નગરપાલિકા કચેરીના સામે ના  દબાણ બાબતે પણ આધારભૂત સુત્રો  એમજ જાણવી રહ્યા છે. વઘુ મા વિરમગામ શહેર કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા ને લઇને પણ તટસ્થ કામગીરી ન થતા વિરમગામ ટાઉન પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે.
Advertisement

Share

Related posts

ભરૂચ : 1200 જેટલા શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા..!!!

ProudOfGujarat

વડોદરાથી NDRF ની 5 ટીમ મોરબીના મચ્છુ કાંઠે પહોંચી.

ProudOfGujarat

સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!