Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન ભરૂચ પોલીસે 8419 લોકો લોકો પર અટકાયતી પગલા લીધા

Share

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન અલગ અલગ હેડ વાઇસ દરેક પોલીસ સ્ટાફને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી હતી આ કામગીરી દરમિયાન ચૂંટણીને અનુલક્ષીને અટકાયતી પગલાં અને કેસ સહિતની વિગતો ભરૂચ પોલીસ અધિક્ષકે પત્રકારોને આપી હતી.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ માટે અલગ અલગ હેડવાઇઝ પોલીસ ટુકડીઓને કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં આચાર સંહિતાની અમલગીરી માટે પ્રોહિબિશનને લગતા 2717 કેશો નોંધાયા છે ,સીઆરપીસી કલમ 107 , 151 મુજબ 3130 સમક્ષ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ,તથા એનડીપીસી એક્ટ મુજબ પણ કેસ નોંધાયા છે, તો સીઆરપીસી કલમ 110 મુજબ 3924 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, પ્રોહિબિશનની કલમ 93 મુજબ 964 સમક્ષ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, તેમજ નાસ્તા ફરતા 118 આરોપીઓને પકડી લઈ અટકાયતી પગલા લેવામાં આવેલ છે ,આમ કુલ 2726 કેસો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. તેમજ કુલ 8419 લોકો પર આદર્શ આચારસંહિતા ની અમલવારી ન કરવા બાબત અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે ભરૂચમાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે 1300 થી વધુ પોલીસ જવાનો જુદા જુદા સ્પોટ પર બુથ સેન્ટરો પર મૂકવામાં આવ્યા છે તેમજ 1500 જેટલા જીઆરડી અને હોમગાર્ડ જવાનો તથા 121 પોલીસ મોબાઇલ સર્વિસ ચૂંટણીની કામગીરી દરમિયાન ખડે પગે રહેશે ઉપરાંત કોઈપણ જગ્યાએ જનતાને કોઈપણ ગેરરીતી કે અન્ય બાબતો ધ્યાનમાં આવે તો તુરંત જ ભરૂચ પોલીસને 100 નંબર પર જાણ કરવા નું જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ પંચમહાલ વિભાગ દ્વારા સારસ્વત સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલીસે 25 યુવક-યુવતિઓની અટકાયત કરી.

ProudOfGujarat

રવિવારના રોજ રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા કબડ્ડી ની સ્પર્ધાનાનું આયોજન કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!