Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે આગેવાનોનો હુંકાર : લીલાવન સત્યાગ્રહ છાવણી ખાતે દિવાળી સ્નેહમિલન બેઠકમાં પડતર પ્રશ્નો ઉકેલવા માંગ; લીલાબેન વસાવાની 15 નવેમ્બર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચેતવણી

Share

 

ભરૂચ:

Advertisement

લીલાવન સત્યાગ્રહ છાવણી, ખોપી ખાતે દિવાળી સ્નેહમિલન અને આદિવાસી સમાજને જંગલ તથા જમીનના કાયદેસરના હક-અધિકારો અપાવવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં આગેવાનો અને અસરગ્રસ્ત લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે છે, જ્યારે બીજી તરફ આદિવાસી સમાજને પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાના બલિદાનને સાચું સન્માન ત્યારે જ મળશે, જ્યારે સમાજને જળ, જંગલ અને જમીનના અધિકારો મળશે.

આ દરમિયાન લીલાબેન વસાવાએ પોતાના પડતર પ્રશ્નોનું 15 નવેમ્બર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન જેવું ગંભીર પગલું ભરવાની ચેતવણી આપી હતી. જેથી સરકાર અને વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમની સાથે સંવાદ સાધે તેવી માંગ ઉઠી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવી આદિવાસી સમાજને જાહેરાતો નહીં પરંતુ કાયદેસરના અધિકારો આપવાની માંગ કરી હતી.

બેઠકમાં આગામી 12 નવેમ્બર, 2026ના રોજ TSP કચેરી, માંડવી ખાતે એકત્ર થઈ પડતર પ્રશ્નો અંગે લોકશાહી ઢબે ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં સુરેશભાઈ વસાવા, ધનરાજ વસાવા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરત : કોરોનાના કેસ વધતાં નવરાત્રિ નહીં યોજવાનો પાલિકાનો આદેશ

ProudOfGujarat

પાલેજ ખાતે ગિરનાર કાઠિયાવાડી હોટલનું સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા કંપનીમાં ડ્રમમાં બ્લાસ્ટ થતા 2 કામદાર દાઝયા : જીઆઇડીસી પોલીસે મામલે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!