Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા કંપનીમાં ડ્રમમાં બ્લાસ્ટ થતા 2 કામદાર દાઝયા : જીઆઇડીસી પોલીસે મામલે તપાસ શરૂ કરી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ઉદ્યોગોમાં અવારનવાર ઔધોગિક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં આજે સવારે વધુ એક ઘટના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝાયડસ કેડીલા કંપનીનાં પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાની સામે આવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઝાયડસ કેડીલા હેલ્થ કેર લિમિટેડ યુનિટ-૨ ખાતે આજે સવારે કેમિકલ ડ્રમમાં અચાનક બ્લાસ્ટ થતા કામદારોમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જયો હતો તો બીજી તરફ ઘટનામાં બે જેટલા કામદારો ડ્રમ ફાટતાની સાથે જ શરીરના ભાગે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં જોગીન્ડર આર સુકલા, ઉં. 53. રહે. ભડકોદ્રા વધુ ગંભીર રીતે દાઝી ગયા હતા.

Advertisement

અચાનક બનેલ ઘટનાના પગલે કંપની સત્તાધીશો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મામલે પોલીસ વિભાગ સહિતના તંત્રને જાણ કરતા અધિકારીઓએ સ્થળ પર દોડી જઈ ઘટના અંગેની વિગતો મેળવી હતી સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

કેવડિયા ડીવાયએસપી ત્યાગીની ગાડી પર હુમલો થયેલ જંતર ગામેથી પોલીસે વિદેશી દારૂ સહિત 10 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર ના હસતી તળાવ ગ્રાઉન્ડમાં પ્રેસ અને પોલીસ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!