Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં રખડતી ગાયે બે બાળકોને અડફેટે લીધા, સ્થાનિકોએ દોડી આવી બચાવ્યા : નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ રખડતાં પશુઓનો ત્રાસ યથાવત્, બાળકોને નાની-મોટી ઈજાઓ થતાં તંત્ર સામે રોષ

Share

 

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં રખડતાં પશુઓનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ રખડતી ગાયે બે બાળકોને અડફેટે લેતાં અફરાતફરી મચી હતી. ગાયે બાળકોને ભેટી મારતાં બંનેએ બૂમાબૂમ કરી હતી. બાળકોની ચીસો સાંભળી આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બાળકોને ગાયના હુમલામાંથી બચાવ્યા હતા. આ ઘટનામાં બાળકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આમોદ શહેરના રસ્તાઓ પર રખડતાં પશુઓ બેફામ ફરી રહ્યાં છે. થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર એક દિવસ કામગીરી કર્યા બાદ ફરી પશુઓ રસ્તા પર જોવા મળે છે. પરિણામે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે.

સ્થાનિકોનું કહેવું છે કે રખડતાં પશુઓની સમસ્યા અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પશુઓ ઉપરાંત શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. ત્યારે નગરપાલિકા પ્રમુખના જ વોર્ડમાં બે બાળકો રખડતી ગાયનો ભોગ બનતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રખડતાં પશુઓ અને શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલ માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.


Share

Related posts

શું તમારો સ્માર્ટફોન ચોરી અથવા ગુમ થયો છે? તો આ સરળ ટ્રિક્સથી તેને પાછો મેળવો.

ProudOfGujarat

કાન્સાઈ નેરોલેકની CSR પહેલ: ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનને ફર્નિચર અર્પણ : અરજદારો અને પોલીસ સ્ટાફની સુવિધા માટે 4 SS બેચ, 16 ચેર સહિતનું ફર્નિચર અપાયું

ProudOfGujarat

દહેજ ના લખીગામ ખાતે દારૂ બંધની વાત કરનાર યુવાન ઉપર કેટલાક ઇશમોનો હુમલો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!