Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં KYCના બહાને સાયબર ઠગાઈ, બેંક લોન લઈ ₹9.12 લાખની છેતરપિંડી

Share

 

એચડીએફસી બેંક મેનેજર બની ફોન કરનાર ઠગે APK ફાઈલ મોકલી મોબાઈલ અને વોટ્સએપ હેક કર્યા

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરમાં KYC અપડેટના બહાને સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે પોતાને બેંક મેનેજર તરીકે ઓળખ આપી મોબાઈલમાં APK ફાઈલ મોકલી એકાઉન્ટની વિગતો મેળવી પીડિતના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી તેમજ લોન લઈને કુલ ₹9.12 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત આનંદનગર સોસાયટીમાં રહેતા તુષાર ચંપકલાલ મહેતા (ઉ.વ. 40) ખાનગી કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ સાંજે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિલીપ રાજન જણાવી HDFC બેંકના મેનેજર તરીકે ઓળખ આપી ખાતાનું KYC અપડેટ કરાવવાનું હોવાનું જણાવ્યું હતું.

ઠગે તુષાર મહેતાને આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા વોટ્સએપ પર મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ HDFCBank.Apk નામની ફાઈલ મોકલી તેમાં વિગતો ભરવા કહ્યું હતું. પીડિતે અજાણતા આ ફાઈલ ખોલતા તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટ પર ઠગોએ એક્સેસ મેળવી લીધો હતો.

ત્યારબાદ ઠગોએ પીડિતના બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹2.74 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સાથે જ પીડિતના નામે ઓનલાઇન પર્સનલ લોન લઈને ₹6.62 લાખ મંજૂર કરાવી તેમાંથી ₹6.37 લાખ જેટલી રકમ પણ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

આ રીતે કુલ ₹9,12,113.34 ની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બાદમાં બેંક તરફથી લોન અંગે ફોન આવતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. પીડિતે અગાઉ NCCRP પોર્ટલ પર અરજી પણ કરી હતી, પરંતુ રકમ પરત મળવાની શક્યતા ઓછી જણાતા આખરે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

પોલીસે સાયબર ઠગાઈ અંગે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક ને મરણતોલ અસંખ્ય છરી ના તથા ડીસમીસ ના ઘા મારી ગંભીરઇજા કરી લુટ ચલાવનાર ગીરગઢડા પંથક ના બે ઇસમોને ઝડપી ગુનામા વાપરેલ હથીયાર તથા લુટ ના અસલ મુદામાલ સાથે ગણતરી ની કલાક મા ઝડપી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં પ્રદૂષિત ભૂગર્ભ જળના પાણી ઢોરો પણ પીતા નથી. તો જવાબદારો મિનરલ વોટર આરોગે છે.

ProudOfGujarat

ગોધરા શહેરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ગૌવંશને ઇનોવા કારમાં ઊઠાવી જવાનો પશુચોરો નો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!