Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાદી ગામની સીમમાં પાંજરામાં દીપડો ઝડપાતા ગ્રામજનોમાં હાશકારો

Share

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં એક દીપડો ઝડપાતા સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ભાદી, ખરોડ અને બાકરોલ ગામની સીમ વિસ્તારોમાં દીપડો અવારનવાર નજરે પડતો હતો. જેના કારણે આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા અધિકારીઓ દ્વારા દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં આખરે દીપડો ફસાઈ જતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. દીપડો ઝડપાતા ભાદી સહિત આસપાસના ગામોના લોકોમાં હાશકારો ફેલાયો છે. વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share

Related posts

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

ProudOfGujarat

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના ત્રણ લોકોના મોત

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નજીક ખેતરમાંથી જિલ્લા એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!