Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ

Share

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ માસ્તર ગુજીયા એ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી M.Sc. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી)માં 1 નહીં,2 નહીં પણ 3 ગોલ્ડ #મેડલ મેળવી ટંકારીઆ ગામનું અને સમગ્ર ભરૂચ જિલ્લાની સાથે વ્હોરા પટેલ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

આ ત્રણ ગોલ્ડ મેડલમાં સૌ પ્રથમ ડો. એમ.આર.પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ ઉપરાંત ડો. એમ.ડી. અવસરે ગોલ્ડ પ્લેટેડ મેડલ તથા સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ ફરહીન B.Sc. માં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલ છે. આપણાં દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી 7500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળી યુવતી..

ProudOfGujarat

પોર ગામ માં ઠેરઠેર જગ્યાએ પાણી પુરી જેવી અલગ અલગ લારીઓ ધમધમે છે. અને આરોગ્ય ખાતું ખાલી વડોદરા સીટી માં જ કાર્યવાહી કરવામાં આવે છે.

ProudOfGujarat

લીંબડી શહેરના પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની આમ આદમી પાર્ટીની જવાબદારી આપતા તેઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!