Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે રૂ.૨૮૪૫૦૦ ની મતાની ચોરી ….

Share

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે રૂ.૨૮૪૫૦૦ ની મતાની ચોરી ….
ઘરફોડ ચોરીના બનાવમાં જાણભેદુ હોવાની શકા … ભરૂચ તા ૧૭
ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે રાત્રીના સમયે ઘરફોડ ચોરી નો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના સમયે તસ્કરોએ મકાનના રસોડાની બારી તોડી બારી માંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો .ત્યાર બાદ બાજુમાં રહેલ કબાટમાં મુકેલ ચાવી લીધી હતી અને તે ચાવી વડે લાકડાનું કબાટ ખોલી તે કબાટના ઉપરના ખાના માં મુકેલ વિમલના કોથળા માંથી ૧૦ તોલા સોના ચાંદી ના દાગીના અને રોકડા રૂ ૩૩૦૦૦ મળીને કુલ રૂ ૨૮૪૫૦૦ ની મતા ની ચોરી કરી હતી .આ બનાવ અંગે ઈશ્વરભાઈ શીવા પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી .અત્રે નોંધવું રહ્યું કે તસ્કરોને કબાટ ની ચાવી ક્યાં મુકાય છે તેની ખબર હતી.તેથી આ બનાવમાં કોઈ જાણભેદુ નો હાથ હોય તેવી શકા સેવાઇ રહી છે

Advertisement

Share

Related posts

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં UPLના ગોડાઉનમાં આગ: ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે આગ લાગવાથી ઔદ્યોગિક વસાહતમાં અફરાતફરી મચી

ProudOfGujarat

ભારત માટે માઠા સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવાના ભાવોમાં થશે જંગી વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!