Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેે ૭૩ માં પ્રજાસત્તાક દિનની પરંપરાગત ઉજવણી.

Share

આજે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઝઘડીયા ખાતે પરંપરાગત ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડીયા સેવાસદન ખાતે નાયબ કલેક્ટર પી.એલ.વિઠાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ પી.એચ.વસાવાએ ધ્વજવંદન કર્યુ હતું. તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ રીનાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ સુરેશભાઈ વસાવાના હસ્તે જ્યારે મીશન સ્કુલ ખાતે ઝઘડીયાના ઉપ સરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોએ ગ્રામ પંચાયતો ઉપરાંત શાળાઓમાં પ્રજાસત્તાક પર્વ પરંપરાગત હર્ષોલ્લાશથી મનાવાયું હતું. ધ્વજવંદન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમોમાં અગ્રણીઓએ પ્રજાસત્તાક પર્વનું મહત્વ વર્ણવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પડતર માંગોને લઇને ST નિગમના કર્મીઓ તા. 22 મીએ બસનાં પૈડાં થંભાવશે.

ProudOfGujarat

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!