Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની ખાનગી કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાં દોડધામ…

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અમલ લિમિટેડ નામની એક ખાનગી કંપનીમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા, કંપનીના પ્લાન્ટમાં અચાનક આગના પગલે ઘટના અંગેની જાણ જીઆઇડીસી ફાયર વિભાગને કરવામા આવી હતી.

ફાયરના લશકરોએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જોકે સમગ્ર બનાવમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ : વિરમગામ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર બસ ડેપો મેનેજરની ઓફિસને મામલતદારની હાજરીમાં સીલ મારી દેવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.

ProudOfGujarat

સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!