Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વાસણા ભાયલી રોડ પર અચાનક કારમાં આગ ભભૂકી.

Share

વડોદરામાં વાસણા ભાયલી રોડ પર વહેલી સવારે એક બિલ્ડરની વૈભવી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આજે વહેલી સવારે વાસણા ગામ પાસે હનુમાનજી મંદિર નજીક અકસ્માતના કારણે ખાડામાં પડેલી કારમાં આગ લાગી હતી. કારમાં લાગેલી આગ ફાયર બ્રિગેડ કાબૂમાં લે તે પહેલાં બળીને ખાખ થઇ ગઇ હતી. આ કાર વડોદરાના એક બિલ્ડરની હોય અચાનક જ કારમાં આગ લાગી જતા આસપાસના વિસ્તારના લોકો હતપ્રભ થઇ ગયા હતા. આ બનાવના પગલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ કારમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું સ્ટાફે જણાવ્યું છે. ઘણા લાંબા સમય બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા શહેરમાં પ્રથમ દિવસે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનની ટીમે ૧૯ ઘાયલ પક્ષીઓની કરી સારવાર

ProudOfGujarat

ગોધરા : દર્શન કરવા નીકળેલા દંપતીને રામસાગર રોડ પાસે ડમ્પરે અડફેટે લીધા : પત્નીનુ મોત,પતિ ઘાયલ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેકટરે ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેલા 28 કર્મચારીઓને નોટિસ આપી.જિલ્લા કલેકટરના આદેશ બાદ રાજપીપલા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તમામને કારણ બતાઓ નોટિસ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!