Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે નવનિર્માણ પામનાર શેલ્ટર ફોર અર્બન હોમલેસનું કરાયું ખાતમુહૂર્ત.

Share

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીઅને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે આજે રાજપીપલાની સબ જેલ પાછળ, નિઝામશાહ દરગાહની બાજુમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત અંદાજે રૂા.૨.૬૭ કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરા (શેલ્ટર ફોર અર્બન હોમલેસ) ના ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. રાજપીપલા નગરપાલિકા ખાતે નવીન શેલ્ટર હોમમાં નિરાધાર લોકો માટે ૧૦૦ જેટલાં વ્યક્તિઓની રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકા અને કલેકટરના પ્રયાસો થકી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ જરૂરીયાતમંદ લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે ત્યારે, જિલ્લામાં દિવ્યાંગ, વિકલાંગ અને ગરીબ માણસ કે જેની પાસે રહેવા મકાન કે છત નથી એવી વ્યક્તિઓને આશ્રયસ્થાન સરળતાથી મળી રહે તેમજ તેવા લોકોને રસ્તાઓ કે સડક પર સૂઇ રહેવું ન પડે તે માટે રેન બસેરાનું ખાતમૂહર્ત કરીને એક નવી પહેલ કરી હોવાનું જણાવ્યું હતું. આ રેન બસેરામાં વિનામૂલ્યે રહેવા, જમવાની વ્યવસ્થા ઉપરાંત વીજળી, પાણી સહીત પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ રેન બસેરા જરૂરીયાતમંદ લોકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ બની રહેશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “સૌના સાથ સૌના વિકાસ” થકી પ્રત્યેક વ્યક્તિને આવાસ, વીજળી, ગેસ સિલીન્ડર, નલ સે જલ યોજના સહિત અનેકવિધ જનઉપયોગી યોજનાઓના લાભો છેવાડાના લોકોને સરળતાથી મળી રહે અને આ વિવિધ યોજનાઓના લાભો લઇને લોકો આત્મનિર્ભર બને તે દિશાના અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે. વિશ્વના અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યાં ત્યારે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી હોવાનું મોદીએ જણાવ્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખભાઇ વાસાવાએ જણાવ્યું હતું કે રાજપીપલા શહેરમાં રેન બસેરાના નિર્માણ થકી આગામી સમયમાં નિરાધાર લોકોને આશ્રયસ્થાન મળી રહે છે. “નોંધારાના આધાર” પ્રોજેક્ટ થકી જિલ્લાના ઘર વિહોણા અનેક લોકોને સરકારની અનેકવિધ યોજનાઓના લાભો પૂરા પાડ્યાં છે. તેની સાથોસાથ રાજપીપલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ પાઇપલાઇનના કામો ચાલી રહ્યાં જે કામો પણ ખૂબ ઝડપથી પૂર્ણ કરાશે અને જેના વિકાસના ફળ રાજપીપલા વાસીઓને મળશે. કોરોનાના સમયમાં પણ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ખૂબ જ સારી કામગીરી કરી હોવાની સાથે નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે ઘણી બધી મોટી ભેટ મળી હોવાનું વસાવાએ જણાવ્યું હતું.

પ્રારંભમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલે સૌને આવકારી રેન બસેરા (શેલ્ટર ફોર અર્બન હોમલેસ) વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, ભરૂચ દૂધ ધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, રાજવી પરિવારના રૂકમણીદેવી ગોહિલ સહિત નગરપાલિકાના સભ્યો રાજપીપલા શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી એ શાહે જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે રાત્રી આશ્રય – રેન બસરા,24 બાય 7 રોકાણ માટે 200 ગરીબ ઘરવિહોણા ગરીબ લોકો માટે, સેન્ટ્રલ કિચન સાથે નું નિર્માણ કાર્ય માનનીય માર્ગ અને મકાન મંત્રી, સંસદ સભ્ય, ભરૂચ વગેરેની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું છે. નોધારાના આધાર લાભાર્થીઓને કાયમી ધોરણે મદદ મળશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ : જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ ખાતે આઝાદીનાં ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : યર એન્ડ રોબરીનો લાખોનો ટાર્ગેટ ફેઈલ, દહેજમાં કેનેરા બેંકનું ATM કટ્ટરથી કપાયું.

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!