Proud of Gujarat
INDIAFeaturedGujarat

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ લીંબડી જૈન સમાજ એ મામલતદારને પાઠવ્યું આવેદન.

Share

લોકશાહીના મંદીર સમા સંસદમાં ટીએમસીના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ અને સંસ્કૃતિ ઉપર પોતાના ભાષણ દરમિયાન ટિપ્પણી કરતા સમગ્ર દેશભરના જૈનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જયારે ટીએમસી સાંસદ મોઇત્રાએ જણાવેલ કે જૈનો ભયની વાત કરે છે અને બહાર જઇને કબાબ ખાય છે, અમદાવાદની કોઇ વ્યકિતની વ્યકિતગત મામલા અંગે તેમણે સમગ્ર જૈન સમાજના નામે નિવેદન આપતા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેના ઘેરા પડધા પડ્યા છે જેને લઈને લીંબડી સમસ્ત જૈન સંઘ દ્વારા તેના વિરુદ્ધમાં લીંબડી મામલતદાર કચેરી ખાતે જઈને લીંબડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૈન સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણી બદલ માફી માંગે તેવી માંગ ઉચ્ચારાઈ હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળનાં બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વસરાવી – ડુંગરી ગામનાં ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

લખનૌ-હરદોઈ હાઈવે પર ડિવાઈડર સાથે કાર ટકરાતા અકસ્માતમાં 4 ના મોત, 3 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!