Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા એસ.આર.પી ગ્રુપ-5 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરામાં રાજ્ય પોલીસ અનામત જુથ-૫ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૫ પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ મહીલા જવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસઆરપી જવાનોએ વિવિધ જાતના વૃક્ષોના છોડની રોપણી કરી હતી. જુથના સેનાપતિએ વૃક્ષો રોપવાની સાથે તેના જતન કરવાની પણ હીમાયત કરી હતી. ગુજરાત રાજ્યના વન મહોત્સવ અંતર્ગત વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમોનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે. રાજ્યમાં કાયદો અને સલામતી જાળવતા પોલીસ વિભાગના પોલીસ મથકો તેમજ વિભાગીય જીલ્લામથકો ખાતે આ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવાની સુચના આપવામા આવી છે. ગોધરા શહેરના લુણાવાડા રોડ ખાતે રાજ્ય પોલીસ અનામત દળ જુથ -૫ કાર્યરત છે. આજરોજ જુથના સેનાપતિ સહીતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સેનાપતિ એન.એમ.કણઝરીયાએ પણ વૃક્ષારોપણ કર્યુ હતુ. ત્યારબાદ આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ એસઆરપીના જવાનો અને મહીલા જવાનોએ વૃક્ષારોપણ કરી તેને પાણી પીવડાવ્યુ હતુ. સેનાપતિ એન.એમ.કણઝરીયાએ જણાવ્યુ હતુ કે‘‘ વન મહોત્સવ ૨૦૨૦ નુ આયોજન કરવામા આવેલ છે. ગોધરા ખાતે પણ વન મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં જુથના અધિકારીઓ અને જવાનો સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. જેમા વૃક્ષારોપણની સાથે તેના જતન કરવાનો પણ સંદેશ આપવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડી.જે.ચૌધરી, એન.એમ.ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ નિરમાલી વચ્ચે એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!