Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરનાં મુખ્ય માર્ગોની બિસ્માર હાલત અંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

અંકલેશ્વર નગરનાં મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. ત્યારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર દ્વારા તંત્રને અંકલેશ્વરનાં રસ્તા બિસ્માર હાલતમાં હોવાનું જણાવ્યુ હતું અને ભરૂચીનાકાથી માંડી શહેરનાં તમામ રસ્તાઓ પર ઊંડા ખાડા હોવાનું જણાવી યુથ કોંગ્રેસ દ્વારા આ બાબતે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું અને જો રોડનુ કાર્પેટીંગ શરૂ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામા આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભરત પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિરોધપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, પ્રતિક કાયસ્થ, વિનય પટેલ, અતુલ પટેલ, સુનિલ પટેલ તેમજ હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

યુવતિને ભગાડી જવાના મુદ્દે દાહોદના બે જણા શખ્સને ઉઠાવી ગયાં

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાલખી યાત્રા તેમજ મહારુદ્રાભીશેકનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!