Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

વાંકલ: ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામના કદવાલી ફળિયામાં રહેતા નિલેશભાઈ મધુકરભાઈ વસાવા (ઉ.વ. ૩૬)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, ધાણાવડ ગામની સીમમાં કરમસીંગ વસાવાના ખેતરમાં આવેલી ઝૂંપડીમાં નિલેશભાઈએ પોતાના મફ્લર વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

Advertisement

આ બનાવ અંગે મૃતકના પિતા મધુકર ઉત્તમભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


Share

Related posts

આફ્રિકા ખંડમાં વસ્તા ભારતીયો પર થતા હુમલા અટકાવવા બાબતે ભરૂચ જીલ્લ સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…..

ProudOfGujarat

ગણેશ ઉત્સવનું આયોજન કરી રહેલા અમદાવાદીઓએ આ પ્રકારના નિયમોનું કરવું પડશે પાલન.

ProudOfGujarat

ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા અરૂણસિંહ રણા : કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!