Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાના કડોદરા ગામના લેન્ડલુઝર્સને નોકરી આપવા કલેકટરને રજુઆત…

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામની જમીનમાં આવેલ યુ.પી.એલ. – ૧૨ યુનિટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસદારોને નોકરી આપવવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચ અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી 30 દિવસમાં કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે કડોદરાની સીમમાં ગામના ધરતીપુત્રો ખેતીની જમીન ધારણ કરતા હતાં. પરંતુ આ જમીન જી.આઈ.ડી.સી. દ્વારા સને – ૨૦૧૧ માં સંપાદન કરવામાં આવેલ છે અને જી.આઈ.ડી.સી. અને ખેડૂત ખાતેદારો વચ્ચે સ્પષ્ટતા થયા મુજબ આ જમીનમાં જે તે કંપની આવશે તેમાં જમીન ગુમાવનાર અથવા તેમના વારસદારને નોકરી આપવામાં આવશે. આ જમીનમાં યુ.પી.એલ. – ૧૨ યુનિટ કંપનીએ છેલ્લા બે – ત્રણ વર્ષથી પ્લાન શરૂ કરી તેઓનું પ્રોડકશન શરૂ કરી દીધેલ છે જેથી જમીન ગુમાવનાર ખેડૂતોએ નોકરી મેળવવા માટે કંપનીને તેમજ વિવિધ સ્તરે રજુઆત કરી હતી તેમ છતાં પણ જમીન ગુમાવનાર ખેડૂતોને કે તેઓના વારસરદારોને કંપની દ્વારા નોકરી આપવામાં આવેલ નથી તેથી યુ.પી.એલ. યુનિટ -૧૨ ને હુકમ કરી દિન – ૩૦ માં જમીન ગુમાવનાર કે તેઓના વારસદારને રોજગારી અપાવવા યોગ્ય હુકમ કરવાની માંગણી ધરતીપુત્રો દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે કોંગ્રેસ સેવાદળની મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, માનહાની કેસ પર સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ

ProudOfGujarat

ધીમી ગતિએ ગુજરાતમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન : સરકારના દાવાની પોલ ખૂલી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!