Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કોઠી ચાર રસ્તા નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

વડોદરામાં આજે સવારે કોઠી ચાર રસ્તા વિસ્તારમાં કાર અને બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચલાવનારને ગંભીર ઇજાઓ થતાં રાહદારીઓએ તાત્કાલિક ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.

વડોદરામાં આજે સવારે કોઠી ચાર રસ્તા પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારની સામે પુરપાટ ઝડપે આવતી બાઇક અથડાઈ જતા બાઈક સવાર ૪૫ વર્ષિય વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કાર ચલાવનાર ચાલકે અકસ્માતનું કારણ બાઇક ચલાવનાર રોંગ સાઈડ પરથી આવતા હોય તેવો આક્ષેપ કર્યો છે. આકસ્માત બનતાની સાથે જ રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

“માય લિવેબલ ભરૂચ “થકી ચાલતી કામગીરીમાં ઢીલાસ, લોકોની ટકોર સામે સુપરવાઈઝરના ઉદ્ધતાઈ ભર્યા જવાબ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના આવ્યો વેન્ટિલેટર પર, ૯ માંથી ૭ તાલુકા કોરોના મુક્ત બનતા તંત્ર અને શહેરીજનો માટે રાહતના સમાચાર..!

ProudOfGujarat

વાંકલ : માંગરોળમાં પુરવઠા વિભાગનું સર્વર વારંવાર ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન ટેકનિકલ ખામી ન સુધરતા અનાજ વિતરણ બંધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!