Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નગરપાલિકાના વર્ક ઓર્ડર હેઠળ ચાલતા કામમાં ૧૩ વર્ષનો બાળશ્રમિક ઝડપાયો : સીટી સેન્ટર સામે શ્રમ વિભાગની રેડમાં બાળક મુક્ત કરાવાયું; કોન્ટ્રાક્ટર સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Share

ભરૂચ :

ભરૂચ શહેરમાં બાળમજૂરી નાબૂદી માટે શ્રમ વિભાગની ટીમે કાર્યવાહી કરતાં સ્ટેશન રોડ પર સીટી સેન્ટર સામે ચાલી રહેલા સિવિલ કામમાંથી ૧૩ વર્ષના બાળકને બાળશ્રમિક તરીકે કામ કરતો ઝડપી મુક્ત કરાવ્યો હતો. આ કામ ભરૂચ નગરપાલિકાના વર્ક ઓર્ડર હેઠળ ચાલી રહ્યું હતું. ઘટનાને પગલે શ્રમ અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના બહુમાળી ભવન ખાતે આવેલી મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા શ્રમ અધિકારી રશ્મિ મનીષ ચૌધરી અને તેમની ટીમ બાળમજૂરી નાબૂદી અંતર્ગત તપાસ માટે નીકળી હતી. આ કામગીરીમાં એએચટીયુના ડબલ્યુએલઆર સરિતાબેન ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ સોનાજી તથા ચિલ્ડ્રન હોમના મથુર આર. મોરે સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

ટીમે ભરૂચના સ્ટેશન રોડ પર સીટી સેન્ટર સામે કોન્ટ્રાક્ટર કૌશલ દેવીદાસ હરપલાણીના સિવિલ કામના સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં ૧૩ વર્ષનો એક બાળક મજૂરીકામ કરતો મળી આવતાં તેને મુક્ત કરાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર કૌશલ દેવીદાસ હરપલાણી (રહે. હનીપાર્ક રોડ, અડાલજ, સુરત)ને ભરૂચ નગરપાલિકા દ્વારા ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ કામગીરી માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિ તરીકે સુપરવાઇઝર ધામત હાર્દિક કિરણ સ્થળ પર હાજર હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.

આ મામલે શ્રમ અધિકારી રશ્મિ ચૌધરીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩(૧) તથા ૧૪(૧) હેઠળ કાર્યવાહી કરવા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : મોરબી અસરગ્રસ્તોને શ્રધ્ધાંજલી સાથે વડતાલમાં કાર્તિકી સમૈયાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ : વીજ કંપની, બેન્ક, મોટર અકસ્માત, કૌટુંબિક વિવાદ સહિતના કેસો સમાધાન માટે મુકાયા; ન્યાયાધિશો, વકીલો, પેરા લીગલ વોલેન્ટીયર્સ અને પક્ષકારોની ઉપસ્થિતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!