Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના સરસાડ ગામે એપીએમસી ચેરમેનના હસ્તે ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લ‍ાના ઝઘડીયા તાલુકાના સરસાડ ગામે આજરોજ ખાડી પર નવા બનાવવામાં આવનાર ચેકડેમનું ખાતમુહુર્ત ઝઘડીયા એપીએમસી ના ચેરમેન દિપકભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાસદીયાની ભલામણથી ૧૫ મા નાણાપંચ અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા રુ. ૬ લાખના ખર્ચે અત્રે ચેકડેમ બનાવવામાં આવશે. આ પ્રસંગે એપીએમસી ચેરમેન દિપકભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાસદીયા, ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઇ પટેલ, સિંચાઇ અધિકારી ડી.એમ.પડાયા, સરસાડના ઉપસરપંચ પ્રતિકસિંહ મહિડા, યકસિતસિંહ પાંજરોલીયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ ચેકડેમની સુવિધા મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી, અને આ કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છેકે ચેકડેમની સવલતથી ગ્રામ્ય સ્તરે ખેતીને સારો ફાયદો મળી શકશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચનાં વાલિયાના હીરાપોર ગામ ખાતે આડા સંબંધના વ્હેમમાં ધીગાણું થતા એકની હત્યા બે ઘાયલ…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ખેતરોમાંથી ૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં રસેલા ગામમાં ભાઈનાં લગ્નમાં આવવા બાબતે ઝઘડો થતાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!