Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં AIMIM દ્વારા હિજાબ રેલી રદ કરાઇ.

Share

સુરત ખાતે એક સંસ્થા દ્વારા હિજાબના સમર્થનમાં આયોજકો દ્વારા આઈપી મિશન સ્કૂલથી ચોક બજાર સુધી હિજાબ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા રેલી યોજાય તે પૂર્વે જ રેલીના આયોજકોને નજર કેદ કરવામાં આવ્યા હતા. રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થતાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ દ્વારા આઈપી મિશન સ્કૂલ અને આસપાસના વિસ્તારમાં સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

કર્ણાટકથી શરૂ થયેલા હિજાબનો વિવાદ હવે સુરત પહોંચ્યો હોય તેમ સુરત ખાતે પણ એઆઈએમઆઈએમ દ્વારા આજે બપોરે હિજાબના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા રેલીને પરવાનગી ન આપતા ચોક બજાર મુગલીસરા રોડ પર કેટલીક મહિલાઓ ભેગી થતાં 20 જેટલી મહિલાઓની અટકાયત કરાઇ હતી.

Advertisement

Share

Related posts

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામને બારડોલી સુગર ફેકટરીની મુલાકાત લીધી.

ProudOfGujarat

પ્રોહીબીશનના ગુના મા વોંટેડ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!