Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયતના વર્ગ 4 ના કર્મચારી વય મર્યાદાથી નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો.

Share

લીંબડી તાલુકા પંચાયતમાં પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ એક પરિવાર બનીને મળી કામગીરી કરે છે ત્યારે વર્ગ 4 ના કર્મચારી વિનુભાઈ પરમાર પોતાની વય મર્યાદાથી નિવૃત્ત થતાં આજરોજ આ વિનુભાઈ પરમારનો વિદાય સમારોહ યોજાયો હતો.

જેમાં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ તેમજ લીંબડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સહિતના સ્ટાફે વિનુભાઈને શ્રીફળ, પડો તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ નિવૃત્ત કર્મચારીને મોમેન્ટો આપવામાં આવી હતી ત્યારે આ સમયે નિવૃત્ત કર્મચારીના પરિવારજનો તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, ટીડીઓ અરવિંદભાઈ પારધી, હરદેવસિંહ ઝાલા, તલાટી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા તેમજ લીંબડી તાલુકા પંચાયતના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જયદિપસિંહ ઝાલા અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનુ સંચાલન હરદેવસિંહ ઝાલાએ કર્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં સમી સાંજે ફરી એક વાર બે આખલાઓ યુદ્ધે ચડતા રોડ પરથી પસાર થનારા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!