Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેટરોના બાતમીદાર બે ઘર ભેગા

Share

સ્ટેટ મોનીટરીંગ સેલની રાજ્યમાં એક બાદ એક નિષ્ફળ જતી રેઇડમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કોન્સ્ટેબલની વરવી ભૂમિકાનો ભાંડો ફૂટતા ગુજરાત પોલીસમાં સોપો પડી ગયો છે.

ભરૂચ LCB માં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા SMC ને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. SMC ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને SMC ના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું.

Advertisement

બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બંને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બન્ને કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ તપાસના આદેશો જારી કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ બન્ને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત મોબાઈલ લોકેશન લધાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

ત્યારે આ પોલીસના મોબાઈલ લોકેશન આપવાનું કાંડ કેટલા સમયથી ચાલતું હતું. કેટલા બુટલેગરોને માહિતી વેચાય અન્ય કેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ સમગ્ર પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કાંડમાં સામેલ હતા સહિતની વિગતો આગામી સમયમાં સમગ્ર ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવી શકે છે.


Share

Related posts

રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

IAS અધિકારી અને અભિનેતા અભિષેક સિંહ એ બાદશાહ અને સીરત કપૂર સાથે 2021 નો સૌથી મોટો ડાન્સ ‘સ્લો સ્લો’ રજૂ કર્યો.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના નારેશ્વરને જોડતો પાલેજ – નારેશ્વર માર્ગનું ૩૨ કરોડના ખર્ચે નવીનીકરણ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!