Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તવરાના પેટ્રોલ પંપ પર બાઇક સવારે પેટ્રોલ પંપનાં કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

Share

ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક આવેલાં એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવેલાં બાઇકસવાર યુવાનોએ પેટ્રોલપંપના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ જતાં રોડ પર નવું શહેર વિકસી રહયું હોય તે પ્રકારે બાંધકામ થઇ રહયાં છે અને લોકોની વસતી વધવાથી હવે જીવનજરૂરીયાતની વસ્તુઓની દુકાનો તથા પેટ્રોલપંપ પણ વધી રહયાં છે. તવરા ગામ નજીક આવેલાં એક પેટ્રોલપંપ ઉપર એક બાઇક પર યુવાનો પેટ્રોલ ભરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપ ઉપર ફરજ પર રહેલા કર્મચારીએ બાઇકમાં પેટ્રોલ ભરી આપ્યા બાદ તેને બાઇક આગળ લેવા જણાવ્યું હતું. આ દરમિયાન બાઇકસવાર યુવાનો કર્મચારી સાથે ઝગડો કરી તેને માર મારે છે. આટલેથી મામલો અટકયો ન હતો અને થોડીવારમાં કારમાં કેટલાક પુરૂષો અને મહિલાઓ પેટ્રોલ પંપ ઉપર આવે છે અને ત્યાં મારામારી કરે છે.

આખી ઘટના પેટ્રોલપંપ પર લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. બનાવ સંદર્ભમાં પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

ProudOfGujarat

ઉધના પોલીસે મોટરસાયકલ ની ચોરી કરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદમાં 3 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરતી SOG ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!