Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

Share

નર્મદા જિલ્લામાંથી અનેક બોગસ ડોક્ટર ઝડપાયા બાદ એકને તો પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છતાં હમ નહીં સુધરેંગેની નીતિ સાથે બોગસ ડોકટરો પોતાનો ગેરકાયદે ધંધો છોડતાં નથી અને ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા હોઈ વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.

પોલીસ અધિક્ષક, નર્મદાના હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના મળતાં તે અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતાઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા સ્ટાફને બાતમી મળેલ કે સાગરાબા પો.સ્ટે. વિસ્તારના પાટ ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી નાના કાકડીઆંબા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. પરિમલ પ્રવિણભાઇ પટેલને સાથે રાખી સાગબારા પો.સ્ટે.ના પાટ ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ. જે દવાખાના ઉપર રેડ કરતા પ્રવિણભાઇ રધુનાથ પટેલ (રહે. પાટ નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા. મુળ રહે.શાહદા તા.શાહદા જી.નંદુરબાર ) દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ. આ બોગસ ડોક્ટર ડોક્ટર મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીન્જ નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ. રૂ.૧,૭૩,૪૬૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી) તથા ધીગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ સાગબારા પો.સ્ટે.માં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

કેવડિયા કોલોની ખાતેની નિગમની સરકારી કચેરીને તાળાબંધી કરતા અસરગ્રસ્તો-ન્યાય ન મળતા ખુલ્લેઆમ મેદાને આવ્યા…

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ નાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!