Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના ઉછાલી ગામે નર્મદા કુટિરના મહારાજની હત્યાનો ભેદ ઉકેલાયો, જુઓ શું હતું કારણ.

Share

બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ નર્મદા કુટિરના મહારાજનો મૃતદેહ થોડા દિવસ અગાઉ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘટના બાદ અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતક મહારાજની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમમાં પોલીસની તપાસ બાદ મૃતકની લાશ પર ઇજાઓના પણ નિશાન જોવા મળ્યા હતા જે બાદ પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

બનાવની ગંભીરતાને સમજી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ નાઓએ મામલે જરૂર માર્ગદર્શન અને સૂચનાઓ આપી તપાસ શરૂ કરી હતી. મામલે ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઝીણવટ ભરી રીતે તપાસ શરૂ કરી હતી, જેના ભાગરૂપે પોલીસે ગણતરીના દિવસમાં જ હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચે હત્યાને અંજામ આપનાર અને અંકલેશ્વર જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં કામ કરનાર વિષ્ણુભાઈ છનાભાઈ વસાવા રહે.કરજણ કોલોની સામે આદર્શ નગર નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયાઓની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તારીખ ૨૦/૦૮/૨૦૨૨ ના રોજ તે તેના કામ પર કંપની તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન તેણે નર્મદા કુટિર ખાતે દર્શન કરવા માટે ઉભો હતો તે સમયે વિષ્ણુ અને મહારાજ વચ્ચે દર્શન કરવા બાબતે તકરાર થતા અને મહારાજે વિષ્ણુને માં બેન સમાન ગાળો આપતા વિષણુને સમગ્ર બાબત મન પર લાગી આવી હતી.

Advertisement

જે બાદ ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ વિષ્ણુ પોતાની મોટરસાયકલ લઇ નોકરી પર જઇ રહ્યો હતો તે દરમિયાન તેણે સવારના સમયે નર્મદા કુટિરના મહારાજ પુંજા કરતા હોય અગાઉના ઝઘડાની રીશ રાખી તેણે નજીકમાં પડેલ પાવડા વડે મહારાજ પર માથાના ભાગે હુમલો કરી એક બાદ એક ત્રણેક ફટકા મારી ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ભાગી ગયો હતો, જે બાદ પોલીસ તપાસમાં તેને હવે હત્યાના ગુનામાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

નેત્રંગ તાલુકાનાં કંબોડિયા ગામ ખાતે જુગારનો ગણનાપત્ર કેસ શોધી 10 જુગારિઓ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

જામનગરની જી.જી.હોસ્પિટલમાં થશે કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં હેડ કોન્સ્ટેબલની બદલી રોકવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!