Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં સીટી બસ સંચાલકોની વધતી દાદાગીરીને આક્ષેપ સાથે જય ભારત ઓટો રીક્ષા એસોસિએશને પાઠવ્યું આવેદન.

Share

ભરૂચમાં સીટી બસ ચાલકો અને ઓટો રિક્ષા ચાલકોનો ફરી એક વિવાદ સામે ભરૂચના ઝાડેશ્વર રોડ પર શિડયુલ અને સ્ટોપેજ વગર સિટી બસને ઉભી રાખી સીટી બસમાં મુસાફરોને બેસાડી લેવામાં આવે છે તેવા આક્ષેપ સાથે ભરૂચના જય ભારત ઓટો રીક્ષા અસોસિએશન દ્વારા નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી એક રજૂઆત કરી છે.

ઓટોરિક્ષા એસોસિએશનની આ રજૂઆતમાં જણાવ્યું છે કે સીટી બસ સંચાલકો મનમાની કરી રીક્ષા ચાલકોને ધમકાવે છે તેમજ ઝાડેશ્વર રોડ ઉપર શિડ્યુલ વગર અને સ્ટોપેજ વગર બસો રોકી મુસાફરોને બેસાડે છે. તેમજ ઓટો રીક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા અન્ય મુદ્દાઓ પણ આ લેખિત પત્રમાં ધ્યાને મૂકવામાં આવ્યા છે. જેમ કે ભરૂચ રેલવે સ્ટેશન ગેટ પાસે મુસાફરોને બેસાડવાના હોય અને ત્યાંથી જ ઉતારવાના હોય તેમ છતાં બસ ચાલકો રેલવે સ્ટેશન પરથી મુસાફરોને બેસાડી જોઈ ઝાડેશ્વર તરફ બસને હંકારી જાય છે અને તે પણ સીટી બસ સેવાના સમયપત્રકને અનુસર્યા વગર મનફાવે તે રીતે મુસાફરોને બેસાડવામાં આવે છે તેમજ સીટી બસમાં કોવિડ ગઇદલાઇનનો પણ છડેચોક ઉલ્લંઘન કરવામાં આવે છે. સીટી બસ કોન્ટ્રાક્ટરોની સત્તાના જોરે દાદાગીરી કરી રિક્ષાચાલકોને બેફામ રીતે ધમકાવે છે, અપશબ્દો બોલી અપમાનીત કરે છે અને કહે છે કે તારાથી જે થાય તે કરી લેજે તથા સીટી બસ કોન્ટ્રાકટર દ્વારા સિટી બસ ડેપોમાં બસને વોશિંગ કરી સ્ટેશન વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ગંદકી ફેલાવવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ભરૂચ વિસ્તારના ઓટોરિક્ષા સંચાલકોના હિતમાં નિર્ણય લેવા જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજભાઇ યાકુબભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના પ્રમુખ સમક્ષ ઓટોરિક્ષા ચલાવનારના હિતમાં નિર્ણય લેવા માંગણી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરતા અકસ્માતની ઘટના બની.

ProudOfGujarat

સાંસરોદ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૂણ મોત…

ProudOfGujarat

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તા બનાવવા માટે તાલુકા કોંગ્રેસની પ્રાંત અધિકારીને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!