Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર સહિત ભોલાવ, હલદરવા, ઓસારા, વડદલા, લુવારા, વગુસણા ગામના લોકોએ સરકારની ૫૫ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે મેળવ્યો

Share

ભરૂચ

રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવા સેતુ ૨.૦’કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં ઝાડેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ સહિત જુદા- જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ઝાડેશ્વર ગામ સહિત ભોલાવ, હલદરવા, ઓસારા, વડદલા, લુવારા, વગુસણા ગામના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ લીધો હતો. સાથે જ દયાદરા કલસ્ટર અને અને હિંગલોટ કલસ્ટર ખાતે પણ અન્ય ગામોના લોકોએ આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, ગંગા સ્વરૂપા, આર્થિક સહાય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પી.એમ. કિસાન સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, સ્વામીત્વ યોજના, વારસાઈ સંબંધિત યોજનાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓનો લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી , ઝાડેશ્વરના સરપંચ કબીર વસાવા, અગ્રણી સર્વે સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

યુક્રેનમાં ફસાયેલ ભરૂચની વિદ્યાર્થીનીનાં પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

ProudOfGujarat

મુંબઈ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 80 કરોડનું હેરોઈન ઝડપાયું.

ProudOfGujarat

મહેમદાવાદમાં વ્યાજખોરોએ પિતા પુત્રને ધમકી આપતા ફરીદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!