Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજ પંથકમાં ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી…

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તારોમાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ  હજરત ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ પ્રસંગે શનિવારના રોજ છઠ્ઠી શરીફની મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખુબ જ શાનદાર ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ફાતેહા ખ્વાની તેમજ બયાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ઘરે પણ યથાશક્તિ ન્યાજ બનાવી ઉજવણી કરાઇ હતી.

 

મુસ્લિમ પંચાગના પ્રથમ ચાંદથી શરૂ થતો ઉર્સ 6 દિવસ સુધી ચાલે છે. જેમાં લાખોની સંખ્યામાં હિંદુ – મુસ્લિમ શ્રદ્ધાળુઓ અજમેર સ્થિત હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પર જઇ ધન્યતા અનુભવે છે. પાલેજ સહિત પંથકના ગ્રામિણ વિસ્તારના મુસ્લિમ સંપ્રદાયના અકીદતમંદો ખુબ જ મોટી સંખ્યામાં અજમેર સ્થિત હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પર ઉર્સમાં હાજરી અાપી હતી. હજરત ખ્વાજા ગરીબ નવાજ પર એક મશહુર શાયરી બની છે. “ઇરાદે રોજ બનતે હૈ ઔર બનકર તૂટ જાતે હૈ, વહી અજમેર જાતે હૈ જિન્હે ખ્વાજા બુલાતે હૈ”


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઇવે પર ઇકો અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે અંકલેશ્વર ખાતે મતદાન કર્યું…

ProudOfGujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!