Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઇવે પર ઇકો અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

આજે સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર હોનેસ્ટ હોટલ નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા. લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે સવારે હોનેસ્ટ હોટલ નજીક એક ઇકો કાર અને આઇસર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આઇસર ટેમ્પા પાછળ ઇકો કાર ઘુસી ગઈ હતી અને આ અકસ્માતમાં પાંચ મહિલાઓ સહિતના ઇકો સવાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદથી લીંબડી તરફ ઇકો કાર આવી રહી હતી ત્યારે કાર આઇસર ટેમ્પા પાછળ અચાનક જ ઘૂસી ગઈ હતી જે અકસ્માતમાં અરવિંદભાઈ રામજીભાઈ, જયેશભાઈ ચમનભાઈ, ઇલાબેન યોગેશભાઈ, જયંતીભાઈ લખમણભાઇ અને મધુબેન લાલજીભાઈને ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને લીંબડી સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

સુરત જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી-૨૦૨૬ : ૨૦૪ બેઠકો માટે ૬,૪૪૯ પોલીંગ સ્ટાફ તૈનાત

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં વરસાદ વરસતા ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!