Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ તાલુકાના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ભરૂચનો સોક્ત ઉર્ફે ફેક્ચર આખરે પોલીસ પકડમાં આવ્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં મારામારી, ખૂનની કોશીશ, ફાયરીંગ જેવી અનેક ઘટનાઓને અંજામ આપી ચૂકેલા સોક્ત ઉર્ફે ફેક્ચરને આખરે ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે, સોક્ત ફેક્ચર દ્વારા હાલોલ તાલુકાના આનંદપુરા બાલાજી પેટ્રોલ પંપ પાસે શરીર સંબંધી તથા રાયોટિંગના ગુના નોંધાયા હતા, જે બાદ છેલ્લા બે માસથી સોક્ત ફેક્ચર ફરાર હોય આખરે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ મથકે ભરૂચના મદીના પાર્ક પાસે રહેતા સોક્ત ઉર્ફે ફેક્ચર મોહયુદ્દીન બશિરભાઈ શેખ સામે શરીર સબંધી તેમજ રાયોટિંગ અંગેના ગુના દાખલ હોય ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે તેને ભરૂચ તાલુકાના શેરપુરા ખાતેથી ઝડપી પાડી હાલોલ પોલીસને મામલે જાણ કરવાની તજવીજ હાથધરી છે.

Advertisement

Share

Related posts

દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બી.એલ.ઓ.દ્વારા ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!