Proud of Gujarat
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નબીપુરની પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળાઓને નારીની મહત્તા સમજાવાઈ…

Share

8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ એટલે કે આજનો દિવસ નારી જાતિને અર્પણ. એક ઉક્તિ છે કે સ્ત્રીનો દિવસ નથી હોતો પણ સ્ત્રીથી દિવસ હોય છે.
આજના આ દિવસે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પ્રાથમિક કન્યા શાળા ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. સ્કૂલના આચાર્ય અને શિક્ષક ગણ દ્વારા શાળાની બાળાઓને મહિલાઓનું સમાજમાં શું મહત્વ છે તેની સમજ અપાઈ હતી.

શાળાની વિદ્યાર્થીની લિઝા અફીણવાળાએ સમાજમાં મહિલાઓની શક્તિ વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. શાળાની આચાર્યા કાજલબેન ઓઝાએ મીડિયા સાથેની વાતચીતમાં નારી શક્તિની પરિચય કરાવ્યો હતો. તેમણે સમાજમાં નારી શું શું કરી શકે છે તે સમજાવ્યું હતું. આ દિવસના અવસરે શાળા પરિવારે ભારતીય પરંપરાગત ખોખો ની રમત રમાડી હતી. શાળાની બાળાઓએ નારી શક્તિના ગીતો ગાઈને દિવસની ઉજવણી કરી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ : નર્મદાના ધસમસતા પ્રવાહમાં બ્રિજ પર આત્મહત્યા કરવા આવેલ યુવતીને જાંબાઝ પોલીસ કર્મીએ બચાવી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની નવા બોરભાઠા અને સરફુદ્દીન ગ્રૂપ ગ્રામ પંચાયતમાં લીગલ એઇડ ક્લિનિકનો શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!